PM મોદીના નિર્દેશ પછી દિલ્હીમાં અજીત ડોભાલે શરૂ કર્યું 16 કલાકનું ઓપરેશન, હવે સ્થિતિ નિયંત્રણમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર મંગળવાર રાતથી લઈને બુધવારના રોજ 16 કલાકનું ઓપરેશન ચલાવીને અજીત ડોભાલે ઉત્તર પૂર્વ દિલ્હીના બેકાબુ હાલાતને કાબુમાં લીધા. મંગળવારે રાતે સાડા અગિયાર વાગે અને બુધવારે બપોરે સાડા ત્રણ વાગે બે વાર તેઓ ઉત્તર પૂર્વ દિલ્હીના ડીસીપીની ઓફિસે પહોંચ્યાં. આ 16 કલાકમાં ડોભાલે પોલીસ, અર્ધસૈનિક દળોની ઠીક ઠીક સંખ્યામાં તૈનાતી, બંને પક્ષોના પ્રભાવશાળી લોકો અને ધર્મગુરુઓને શાંતિની અપીલોથી લઈને દરેક એ રણનીતિ અપનાવી જેનાથી લોકોને રસ્તાઓ પર ઉતરતા રોકી શકાય.
નવી દિલ્હી: "જે થઈ ગયું તે થઈ ગયું. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે હવે અહીં શાંતિ સ્થપાશે. અમે વડાપ્રધાન અને ગૃહમંત્રીના આદેશનો અમલ કરવા માટે અહીં આવ્યાં છીએ. ઈન્શાલ્લાહ અહીં બિલકુલ શાંતિ થશે. પોલીસ અલર્ટ છે. ઈન્તઝામિયાની જવાબદારી છે કે દરેકને સુરક્ષિત રાખે અને સલામતીની જવાબદારી લે."
કઈંક આવા શબ્દોની સાથે ઉત્તર પૂર્વ દિલ્હીમાં સ્થાનિક લોકોને સુરક્ષાનું આશ્વાસન આપતા જોવા મળ્યાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ. આ અગાઉ ડોભાલ આ અંદાજમાં જમ્મુ અને કાશ્મીરમાં પણ જોવા મળ્યાં હતાં. કલમ 370 હટ્યા બાદ ત્યાની સ્થિતિ નાજૂક હતી અને તેઓ પોતે રસ્તાઓ પર ઉતરીને લોકોને સમજાવી રહ્યાં હતાં.
કોરોના વાઈરસ: જાપાનના તટે ઊભેલા શિપમાં ફસાયેલા 119 ભારતીયો અને 5 વિદેશીઓને એરલિફ્ટ કરાયા
16 કલાકનું ઓપરેશન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર મંગળવાર રાતથી લઈને બુધવારના રોજ 16 કલાકનું ઓપરેશન ચલાવીને અજીત ડોભાલે ઉત્તર પૂર્વ દિલ્હીના બેકાબુ હાલાતને કાબુમાં લીધા. મંગળવારે રાતે સાડા અગિયાર વાગે અને બુધવારે બપોરે સાડા ત્રણ વાગે બે વાર તેઓ ઉત્તર પૂર્વ દિલ્હીના ડીસીપીની ઓફિસે પહોંચ્યાં. આ 16 કલાકમાં ડોભાલે પોલીસ, અર્ધસૈનિક દળોની ઠીક ઠીક સંખ્યામાં તૈનાતી, બંને પક્ષોના પ્રભાવશાળી લોકો અને ધર્મગુરુઓને શાંતિની અપીલોથી લઈને દરેક એ રણનીતિ અપનાવી જેનાથી લોકોને રસ્તાઓ પર ઉતરતા રોકી શકાય.
મંગળવારની રાતથી લઈને બુધવારે અજીત ડોભાલ સતત અલર્ટ મોડ પર રહ્યાં અને પોતે ફિલ્ડ મોરચો સંભાળતા જોવા મળ્યાં. આ ડોભાલની જ સક્રિયતા હતી જેના કારણે હિંસાની આગમાં ઝૂલસી રહેલા ઉત્તર પૂર્વ દિલ્હીના હાલાત ચોથા દિવસે સુધરતા જોવા મળ્યાં.
દિલ્હી હિંસા અને IB કર્મચારી અંકિત શર્માની ક્રુર હત્યામાં AAP નેતા તાહિર હુસૈનનો હાથ?
હકીકતમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારે રાજધાની દિલ્હીમાં હતાં. સૂત્રોનું કહેવું છે કે આવામાં દિલ્હીની હિંસાને પહોંચી વળવા માટે સરકારી મશીનરીની સમસ્યા નડી. વડાપ્રધાન, ગૃહમંત્રીથી લઈને અન્ય મોટા ઓફિસરોનું ધ્યાન બે બાજુ વહેંચાયેલું રહ્યું. દિલ્હીના બગડતા હાલાતને લઈને ખુબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ પણ ચિંતિત હતાં. એટલે સુધી કે રાષ્ટ્રપતિ ભવનમાં ટ્રમ્પ માટે રાખેલી ડિનર પાર્ટી વખતે પણ અમિત શાહ નિવાસસ્થાન પર સુરક્ષાની સમીક્ષા કરી રહ્યાં હતાં.
પીએમ મોદીએ આપ્યા હતા નિર્દેશ
ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે દિલ્હીથી ઉડાણ ભર્યા બાદ દિલ્હીના હાલાતને કાબુમાં લેવાની મુહિમ તેજ થઈ. વડાપ્રધાનને સુરક્ષા મામલે પોતાના સૌથી ભરોસાપાત્ર અજીત ડોભાલ યાદ આવ્યાં અને તેમને સમગ્ર બાગડોર પોતાના હાથમાં લઈને દિલ્હીમાં હાલાત સંભાળવાના નિર્દેશ આપ્યાં. ત્યારબાદ અજીત ડોભાલે દિલ્હીમાં હિંસા રોકવા માટે ઓપરેશન શરૂ કર્યું. અજીત ડોભાલે બુધવારે લોકોને કહ્યું કે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોકલ્યા છે.
Delhi Violence: 27 મોત, 18 FIR અને 106 લોકોની ધરપકડ, સીએમે લીધી હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત
ડોભાલ સૌથી પહેલા મંગળવારે રાતે સાડા અગિયાર વાગે ઉત્તર પૂર્વ દિલ્હીના ડીસીપી ઓફિસ પહોંચ્યા હતાં. અહીં ઓફિસરો પાસેથી હાલાતની જાણકારી લીધા બાદ હિંસા પ્રભાવિત સીલમપુર, ભજનપુરા, મૌજપુર, યમુના વિહાર, જેવા વિસ્તારોમાં તેમણે મુલાકાત કરી. ડોભાલને ખબર પડી કે પોલીસમાં તાલમેળ અને જવાનોની કમીના કારણે ઉપદ્રવીઓ હાવી પડી રહ્યાં છે. ત્યારબાદ ડોભાલે હિંસા પ્રભાવિત સીલમપુરથી લઈને જાફરાબાદ, મૌજપુર, યમુના વિહારમાં કરફ્યુ જેવી સ્થિતિ લાગુ કરવાના નિર્દેશ આપ્યાં. દરેક બસ્સોથી ત્રણસો મીટર પર પોલીસફોર્સ તૈનાત કરવામાં આવી.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube